પ્રો. કાદરીએ ખાનકાહે રીફાઇયાની મુલાકાત લઇ એકતા માટે દુઆ કરી
-મોટી સંખ્યામાં તમામ કોમના સભ્યોએ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું
-પ્રો.કાદરીએ સૈયદના અહમદ કબીર રીફાઇ ર.અ.ની જીન્દગી પર પ્રવચન કર્યુ
શેખુલ ઇસ્લામ પ્રો. તાહિરુલ કાદરીએ આજે દાંડિયાબજાર સ્થિત ખાનકાહે રીફાઇયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ડો.કાદરીએ મઝાર પર ફૂલો ચાદર ચઢાવી હિન્દુસ્તાનની પ્રગતિ માટે દુઆ ગુજારી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં તમામ કોમના સભ્યોએ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યુ હતું.આ પ્રસંગે ખાનકાહે રીફાઇયાના સજજાદાનશીન કમાલુદ્દીન રીફાઇએ તાહિરુલ કાદરીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતુ.પ્રો.કાદરીએ સૈયદ ફખરુદ્દીન રીફાઇ(ર.અ.)ના મજાર પર ફૂલની ચાદર ચઢાવી હિન્દુસ્તાનની પ્રગતી અને કોમી એકતા માટે દુઆ ગુજારી હતી.ખાનકાહ ખાતે યોજાયેલા શુભેચ્છા કાર્યક્રમમાં પ્રો.કાદરીએ સૈયદના અહમદ કબીર રીફાઇ ર.અ.ની જીન્દગી પર પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે સૈયદ જમાલુદ્દીન રીફાઇ,નૈયરબાવા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મોડી સાંજે યોજાયેલા કાર્યક્રમમાં ડો.તાહિરુલ કાદરીએ સયાજીનગર ગૃહમાં ધર્મસભાને સંબોધી કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.
Source : http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-professor-kadri-pray-on-khankahe-rufaiya-2918493.html
Comments